યોગ શિબિર કાર્યક્રમની શરૂઆતમાં કરતાં પહેલા પૂર્વ મુખ્યમંત્રી શ્રી સ્વ.વિજયભાઈ રૂપાણીને બે મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ
પોરબંદર જિલ્લાના સરકારી આયુર્વેદ દવાખાના,ઠોયાણા દ્વારા ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ સપ્તાહની ઉજવણીના ભાગ રૂપે પે સેન્ટર શાળા કોટડા ખાતે યોગ શિબિર યોજાઈ હતી. યોગ શિબિર કાર્યક્રમની શરૂઆતમાં કરતાં પહેલા પૂર્વ મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજ્ય સ્વ.વિજયભાઈ રૂપાણીને બે મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી. ત્યારબાદ મેડિકલ ઓફિસર ડો.જયદીપ લાખાણી દ્વારા યોગના આઠ અંગો અને તેમનું શારીરિક -માનસિક સ્વાસ્થ્યમાં મહત્વ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા.
તા.૨૧ જૂન યોગ દિવસના પ્રોટોકોલ મુજબ સરકારી આયુર્વેદ દવાખાનાના યોગ ઇન્સ્ટ્રક્ટર શ્રી હરદાસભાઈ ખૂંટી દ્વારા બાળકો ને આસન પ્રાણાયામ, સૂક્ષ્મ વ્યાયામ ની તાલીમ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં કોટડા પે.શાળાના આચાર્યશ્રી પરમાર અન્ય તમામ શિક્ષકો અને શાળા સ્ટાફ સહિતનાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.