પોરબંદર ખાતે પ્લાસ્ટિક વિસર્જન અને સલામત રિસાયક્લિંગ પદ્ધતિઓ પર વર્કશોપ યોજાયો

પોરબંદર જિલ્લા ઉધોગ કેન્દ્ર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પેકેજિંગના વિકલ્પો વિષય પર ઔદ્યોગિક એકમો જી.આઈ.ડી.સી ધરમપુર-પોરબંદર ખાતે વર્કશોપ યોજવામાં આવ્યો હતો

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પોરબંદરના ઇન્ચાર્જ મેનેજર આર. એમ સુશ્રી વી.એ.પટેલએ સિંગલ યુઝ પ્લાસ્ટિક પેકેજિંગના વિકલ્પ પસંદ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જેવી કે,ઉત્પાદનનો પ્રકાર,ખર્ચ,ડ્રાય અથવા વેટ સામગ્રી માટે પેકેજિંગ,લોકલ લેવલે ઉપલબ્ધતાની ઉદ્યોગકારોને વિસ્તૃત જાણકારી આપી હતી તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિક પેકેજિંગના વિકલ્પોને અનુલક્ષી પ્રશ્નની ચર્ચા કરી ઉદ્યોગકારોમાં પર્યાવરણ સંરક્ષણના પ્રયત્નોને પ્રોત્સાહન મળે તે માટે માહિતી આપવામાં આવી હતી

આ વર્કશોપમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પેકેજિંગના વિકલ્પો એ પર્યાવરણને બચાવવા અને ટકાઉ વિકાસ તરફ આગળ વધવા માટે મહત્વપૂર્ણ છે.
સિંગલ યુઝ પ્લાસ્ટિક પેકેજિંગના વિકલ્પો જેવા કે, બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક,શક્કરની બગાસ પરથી બનેલું પેકેજિંગ,ટેક્સટાઈલ આધારિત પેકેજિંગ,મેઇઝ સ્ટાર્ચ અથવા પોટેટો સ્ટાર્ચ આધારિત પ્લાસ્ટિક એલ્ટરનેટિવ મટિરિયલ વિષે ઉદ્યોગકારો સાથે વર્કશોપમાં વિસ્તૃત ચર્ચાનું કરવામાં આવી હતી.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!