પોરબંદર ખાતે સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિકલ્પોમાં એમએસએમઈ–એકમોની ભાગીદારી વિષય પર વર્કશોપ યોજાયો

પોરબંદર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ – ૨૦૨૫ની  ઉજવણીનાં ભાગરૂપે સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિકલ્પો એમએસએમઈ – એકમોની ભાગીદારી વિષય પર  ધ ડીસ્ટ્રીક ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, પોરબંદર ખાતે વર્કશોપ યોજવામાં આવ્યો હતો.

આ વર્કશોપમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિકલ્પો જેવા કે, બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક,સિલિકોન, મેટલમાં સ્ટીલ અને એલ્યુમિનિયમ,બાંસ,કપાસ અને જૂટ બેગ્સ વિષે ઉદ્યોગકારો સાથે વર્કશોપમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં સંયુક્ત ઉદ્યોગ કમિશ્નર અને જનરલ મેનેજર, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર, પોરબંદરના શ્રી ડી.આર.પરમારે સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિકલ્પો અને એમએસએમઈ– એકમોની ભાગીદારીથી પર્યાવરણનાં રક્ષણ અને પરિવર્તન વિષે માહીતગાર કરવામાં આવ્યાં હતાં

તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિકલ્પો અને એમએસએમઈ–એકમોની ભાગીદારીને અનુલક્ષી પ્રશ્નની ચર્ચા કરી ઉદ્યોગકારોમાં પર્યાવરણ રક્ષણની પ્રવૃત્તિઓને વેગ મળે તે માટે માહિતી આપવામાં આવી હતી.

ત્યારબાદ શ્રમ અધિકારી શ્રી ચિંતન ભટ્ટ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિકલ્પો વિશે વાત કરવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં ૩૫ જેટલા ઉદ્યોગકારો અને ચેમ્બરના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!