પોરબંદર જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી હંસાબેન ટાઢાંણીના માર્ગદર્શન હેઠળ આજે મહિલાઓને સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ, તેમના કાનૂની અધિકારો અને વ્યક્તિગત સુરક્ષા અંગે જાગૃતી આવે અને મહિલાઓ સમાજમાં સશક્ત અને સુરક્ષિત જીવન જીવી શકે તે માટે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, ખંભાળા ખાતે એક ભવ્ય અને પ્રેરણાદાયક “મહિલા જાગૃતિ કાર્યક્રમ”નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
આ મહિલા જાગૃતિ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી હસ્તકના ડીસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનના જિલ્લા મિશન કો-ઓર્ડિનેટર શ્રી સંધ્યાબેન જોષી દ્વારા સરકારની અનેકવિધ યોજનાઓ જેવી કે, દીકરીઓના જન્મથી માંડીને શિક્ષણ અને લગ્ન સુધી સહાય પૂરી પાડતી ‘વ્હાલી દીકરી યોજના’,બેટી બચાઓ બેટી પઢાઓ’, મહિલા હેલ્પલાઇન ‘૧૮૧ અભયમ’, ‘પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર’, ‘સખી વન સ્ટોપ સેન્ટર’ અને વિધવા બહેનોને આર્થિક ટેકો આપતી ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.
વધુમાં બાલિકાઓને પોતાની સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ એવા “ગુડ ટચ બેડ ટચ” બાળલગ્ન અધિનિયમ વિશે પણ પ્રાયોગિક ઉદાહરણો સાથે સમજાવવામાં આવ્યું હતું,
ન્ડર સ્પેશિયાલિસ્ટ ચિરાગ દવે દ્વારા વિદ્યાર્થીનીઓને ઉચ્ચ શિક્ષણ મેળવીને પોતાની કારકિર્દીને કેવી રીતે ઉજ્જવળ બનાવી શકાય તે અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમણે દીકરીઓને સ્વપ્ન જોવા અને તેને સાકાર કરવા માટે સખત મહેનત કરવાની પ્રેરણા આપી.તેમજ પુસ્તકોના વાંચન પર ભાર મૂકી મહતમ પુસ્તકો વાચવા અને લેવા માટે બાળકીઓને પ્રોત્સહન પૂરું પાડ્યું હતું.
સર્વ શિક્ષા અભિયાનના જેન્ડર કો-ઓર્ડિનેટર શ્રી વૈશાલીબેન પટેલ દ્વારા કાર્યક્રમના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી મોરી મયુરીકાબેન દ્વારા અત્યંત કુશળતાપૂર્વક રીતે કરવામાં આવ્યું હતું
મહિલા જાગૃતિ કાર્યક્રમ મહિલાઓના હકો, સરકારી સહાય અને વ્યક્તિગત સુરક્ષા વિશેની અત્યંત ઉપયોગી માહિતી અપાઈ હતી જે મહિલાઓને સમાજમાં આત્મવિશ્વાસ સાથે આગળ વધવામાં અને સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં મદદરૂપ થશે.
આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી હસ્તકના ડીસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનના કર્મચારીઓ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, ખંભાળા તેમજ KGBV ખંભાળાની ૨૫૫ વિદ્યાથીનીઓ ઉપસ્થિત રહી હતી