ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઇ.ટી.આઇ.) પોરબંદર, રાણાવાવ તેમજ કુતિયાણા ખાતે પ્રવેશ વર્ષની ૨૦૨૫ માટેના પ્રથમ રાઉન્ડ માટે પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું કાર્ય https://itiadmission.gujrat.gov.in/ પોર્ટલ પર તા. ૨૪/૦૪/૨૦૨૫ થી તા. ૩૦/૦૬/૨૦૨૫ સુધી ચાલુ રહેશે
ઉમેદવારો માટે ખાસ સુવિધા તરીકે આઈ.ટી.આઈ. પોરબંદર, રાણાવાવ તથા કુતિયાણા ખાતે હેલ્પ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે, જ્યાં ઉમેદવારોને કોઈપણ પ્રકારના ફી વિના પ્રવેશ ફોર્મ ભરવામાં સહાય કરવામાં આવશે. ઉમેદવારો પોતાનું ફોર્મ પોતાના મોબાઈલ ફોન, લેપટોપ કે કોમ્પ્યુટરના માધ્યમથી પણ સરળતાથી ભરી શકે છે.
આ અંગે વધુ વિગતવાર માહિતી મેળવવા માટે અથવા સહાય માટે ૯૭૨૭૮ ૩૪૬૪૪ નંબર પર સંપર્ક કરી શકાય છે.