શહેરના ખમીરવંતા નાગરિકોએ બ્લેકઆઉટ દરમિયાન તંત્રને પૂરતો સહયોગ આપ્યો

પોરબંદરના નાગરિકોએ બ્લેકઆઉટ દરમિયાન દાખવ્યું સ્વયંભૂ શિસ્ત

પોરબંદર,તા.૩૧:ઓપરેશન શિલ્ડ અંતર્ગત   બ્લેકઆઉટમાં પોરબંદરના નાગરિકોએ રાત્રે ૮.૦૦ થી ૮.૩૦ સુધી સંપૂર્ણ અંધારપટ પાળીને અપ્રતિમ સ્વયંશિસ્તનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

પોરબંદર શહેરે બ્લેકઆઉટમાં સહકાર આપતા તમામ પ્રકારની લાઈટો બંધ રાખીને રાષ્ટ્ર પ્રત્યેની પોતાની નિષ્ઠા દર્શાવી હતી. આ ઘટનાએ સાબિત કર્યું છે કે જ્યારે દેશ સામે કોઈ પણ પ્રકારનું જોખમ આવે ત્યારે પોરબંદર  એક થઈને તેનો સામનો કરવા માટે હંમેશાં તૈયાર છે.

બ્લેકઆઉટ પહેલાં, જિલ્લા પોલીસ, જિલ્લા તંત્ર વાહકોએ અને મહાનગરપાલિકાના કર્મચારીઓ સહિતનાઓએ શહેરના વિવિધ વિસ્તારોમાં જઈને નાગરિકોને બ્લેકઆઉટના હેતુ અને તેના મહત્વ વિશે માહિતી આપી હતી.


જિલ્લાના નાગરિકોએ એકત્ર થઈને રાષ્ટ્રીય ફરજમાં સહભાગી બનીને દેશપ્રેમ અને શિસ્તનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!