પ્રથમ ક્રમાંક પર આવનાર ટીમને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવી
પોરબંદરમાં વિશ્વ હાયપર ટેન્શન દિવસની ઉજવણીના ભાગરૂપે ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં પ્રથમ ક્રમાંક પર આવનાર ટીમને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
૦ જૂન ૨૦૨૫ ના રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ પોરબંદર નર્શિંગ સ્કૂલ ખાતે વિશ્વ હાયપર ટેન્શન દિવસ અંતર્ગત ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ક્વિઝ સ્પર્ધાના આરંભમાં નર્સિંગના વિદ્યાર્થીઓને હાયપરટેન્શન રોગ વિશે માહિતી આપવામાં આવી હતી, જેમાં રોગના લક્ષણો, કારણો, નિવારણ અને નિયંત્રણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને તેમની જ્ઞાનસંપત્તિ વર્ધિત કરી હતી. ત્યાર બાદ ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યુ હતુ અને તેમાં પ્રથમ ક્રમાંક પર આવનાર ટીમને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
આ ક્વિઝ કોમ્પિટિશનમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.સીમાબેન પોપટીયા, સીડીએમઓશ્રી ડો.અનિરુધ્ધસિંહ તિવારી, આરએમઓશ્રી ડો વિપુલ મોઢા અને પ્રિન્સિપાલશ્રી નર્સિંગ સ્કૂલ પોરબંદર શ્રી રિંકિન પંડ્યા હાજર રહ્યા હતા.