અરબી સમુદ્ર માં સિસ્ટમ થશે સક્રિય
પહેલો મુદ્દો તો તમને ખ્યાલ જ છે કે આ અરબીસમુદ્ર છે અને વારંવાર કહેવા મજુબ અરબી સમુદ્રમાં બનતી સિસ્ટમના રૂટ અનુમાન અગાઉ લગાવી શકાતું નથી તે આજે ફરીવાર સાબિત થયુ કે લો પ્રેશર બન્યું છતાં હજુ આગળનું કંઈ નક્કી નથી તો આવું કેમ ચાલો જાણીએ..
અત્યારે જે લો પ્રેશર બનેલુ છે તે ગોવાથી ઉપર કોંકણના કાંઠે અરબી સમુદ્રમાં બનેલું છે. હવે જેમ આપણને આખો દિવસ કામ કરવા માટે ૩ ટાઈમ ખાવાનું જોઈએ અને જો એક ટાઈમ ખાવ તો તમારી એનર્જી આખો દિવસ ન ચાલે તે રીતે વાવાઝોડામાં પણ થાય તેને મજબૂત બનવા માટે ખોરાક જોઈએ જે તે ખુલ્લા અને લાંબા સમુદ્રના રૂટમાં મળે
અત્યારે તકલીફ એ છે કે લો પ્રેશર મહારાષ્ટ્રના કાંઠા નજીક બનેલું છે જ્યાં સિસ્ટમ મજબૂત બનવા માટે સમુદ્રનું વાતાવરણ જોઈએ તેટલું અનુકૂળ ન હોય તેથી સિસ્ટમ મજબૂત બનવામાં સમય લઈ રહી છે અને ક્રમશ ઉત્તર તરફ એટલે કે ગુજરાત સાઈડ આગળ વધી રહી છે.
બીજી તકલીફ એ છે કે ખુલ્લો સમુદ્ર તેને મળવામાં મોડુ થઈ રહ્યું હોય તે વધુ ને વધુ ગુજરાત નજીક આવતી જાય તો ફરી તેને ખુલ્લો સમુદ્ર મળવાનો બંધ થાય એટલે ફરી તેને જોઈએ તે પ્રમાણે ખોરાક મળતો બંધ થાય એટલે ફરી મજબૂત બનાવમાં અવરોધ આવી જાય.
હવે અત્યારે તકલીફ એ પડી રહી છે કે મહારાષ્ટ્રના કાંઠે રહેલ સિસ્ટમને ખુલ્લા અરબી સમુદ્રમાં જવા માટે થોડુ પશ્ચિમ તરફ જવું પડે પરંતુ ઓમાન સાઈડથી આવતા પવનો એ સાઈડ જવા દેતા નથી અને સિસ્ટમને કાંઠા સાઈડ ધકાવીને રાખી છે અને ધીમે ધીમે ઉત્તર તરફ એટલે કે ગુજરાત તરફ ગતિ કરી રહી છે. મોડલો ગોટે ચડેલ છે કે અમુક મોડલને એમ લાગે છે કે સિસ્ટમ થોડી જોર કરી ખુલ્લા અરબી સમુદ્ર તરફ જતી રહેશે અને મજબૂત બની ફરી ગુજરાત તરફ આવતા આવતા નબળી પડી જશે. તો અમુક મોડલને એમ લાગે છે સિસ્ટમ જાજા ખુલ્લા અરબી સમુદ્ર સુધી પહોંચી નહિ શકે એટલે વાવાઝોડા કેટેગરી સુધી પહોંચે એ પહેલાં જ પાછી નબળી પડી ગુજરાત નજીક આવી જશે.
આવા વિરોધાભાસ પરિબળોમાં અત્યારે યુદ્ધ ચાલી રહ્યું હોય કોણ જીતશે તે મોડલો નક્કી કરી શકતા નથી એટલે લો પ્રેશર બની ગયુ છતાં સિસ્ટમ વાવાઝોડા કેટેગરી સુધી પહોંચે કે નહીં તે અને તેનો રૂટ ક્લિયર થતો નથી. એટલે પરિબળો જોતા આ સિસ્ટમને વાવાઝોડા સુધી મજબૂત બનવું થોડુ અઘરું લાગી રહ્યું છે.
પરંતુ આ સિસ્ટમ ડિપ્રેશનથી ડીપડિપ્રેશન સુધી મજબૂત બનવાની શકયતા સારી છે માત્ર વાવાઝોડા કેટેગરી સુધી જવા બાબતે હજુ સ્પષ્ટ નથી. બાકી અગાઉ કહ્યા મુજબ ગુજરાતમાં વાવાઝોડુ આવશે તેવી અફવા પર ધ્યાન હજુ પણ આપવું નહિ…