પોરબંદર જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણી-૨૦૨૫ અનુલક્ષીને જાહેર અને ખાનગી મિલ્કત પર પૂર્વપરવાનગી વિના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ
પોરબંદર જિલ્લાની ગ્રામ પંચાયતોમાં યોજાનારી ચૂંટણીને ધ્યાને લેતા જાહેર તથા ખાનગી મિલ્કતો પર માલિકની લેખિત અને પૂર્વ પરવાનગી વિના કોઈ પણ પ્રકારના ચૂંટણીલક્ષી પ્રચાર સાધનો — જેમ કે બેનરો, પોસ્ટરો, નોટીસો, સૂત્રલેખન, દિવાલ લેખન, નિશાન ચીત્રણ, ધ્વજદંડ સ્થાપન વગેરે નહીં કરવા અંગે પોરબંદર જિલ્લાના (GAS), અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જે.બી.વદર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
પોરબંદર જિલ્લાના (GAS), અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જે.બી.વદર દ્વારા જાહેર કરાયેલ જાહેરનામાં પ્રમાણે પોરબંદર જિલ્લાની જે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે તે ગ્રામ પંચાયતોના વિસ્તારમાં કોઈપણ વ્યકિત, સંસ્થા, ચૂંટણીના ઉમેદવારો અને તેઓના કાર્યકરોને અથવા તેમના દ્વારા નિયુકત કરેલ વ્યકિત, સંસ્થા કે પેઢી વિગેરેને ફરમાવવામાં આવ્યું છું કે, સબંધિત જાહેર મિલ્કત અને ખાનગી માલીકોની લેખિત અને પૂર્વ પરવાનગી લીધા વિના જાહેર અથવા ખાનગી મિલ્કત ઉપર ચૂંટણીલક્ષી પ્રચારપત્રો ચોડીને, સૂત્રો લખીને, નિશાનો ચીતરીને દિવાલો બગાડવી નહીં.
તેમજ કોઈ રાજકીય પક્ષ અથવા ઉમેદવાર પોતાના કાર્યકરોને ધ્વજદંડ ઉભા કરવા, બેનરો લટકાવવા, નોટીસો ચોંટાડવા, સૂત્રો લખવા અથવા અન્ય કોઈપણ રીતે જાહેર અથવા ખાનગી મિલ્કત બગડે તેવી રીતે ચૂંટણી પ્રચાર કરવા વગેરે માટે માલીકની લેખિત અને પૂર્વ પરવાનગી લીધા વિના કોઈપણ વ્યકિતની જમીન/મકાન, કમ્પાઉન્ડ, દિવાલ, વાહનો, રોડ-રસ્તા વગેરેનો ઉપયોગ કરવો નહીં કે બગાડવા નહીં.
જાહેર મકાન એ શબ્દ પ્રયોગમાં મિલ્કત જેવી કે ધોરી માર્ગ, શેરી/ગલી, ચાર રસ્તા, ચાર રસ્તા પર માર્ગ દિશા બતાવતા સાઈન બોર્ડ, ધોરી માર્ગ ઉપરના માઈલ સ્ટોન, રેલ્વે ફાટક ઉપર ચેતવણીરૂપ નોટીસ, રેલ્વે પ્લેટફોર્મ, બસ, વાહન, ટર્મિનલના નામના બોર્ડ અથવા જાહેર જનતાની સગવડતા માટે પ્રદર્શિત કરેલ કોઈ અન્ય નોટીસ સાઈન બોર્ડનો સમાવેશ થાય છે.