પોરબંદર જિલ્લામાં આંદોલન, દેખાવ, વિરોધ પ્રદર્શન, રેલી કે સરધસ કાઢવા પર પ્રતિબંધ કરાયો

પોરબંદર જિલ્લામાં આકસ્મિક અને સ્વયંભૂ રીતે યોજાતી સભા, સરઘસ, રેલી, ધરણા, ઉપવાસ જેવા કાર્યક્રમો વખતે આગમચેતીના પગલા રૂપે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે અને પોલીસની કામગીરીમાં મદદરૂપ થઇ શકે તે માટે પોરબંદર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જે.બી.વદર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને આંદોલન, દેખાવ, વિરોધ પ્રદર્શન, રેલી કે સરધસ કાઢવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે.

આ જાહેરનામાં મુજબ સમગ્ર પોરબંદર જિલ્લા વિસ્તારમાં તા.૧૨/૦૬/૨૦૨૫ થી તા.૨૫/૦૬/૨૦૨૫ સુધી બંને દિવસો સહિતની મુદત માટે આંદોલન, દેખાવ, વિરોધ પ્રદર્શન, રેલી કે સરધસ કાઢવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. અને આ જાહેરનામુ મુજબનો હુકમ
સક્ષમ અધિકારીની કાયદેસરની પરવાનગી લઇને કાઢેલા સરઘસ સહિતના કાર્યક્રમો,ફરજ ઉપર હોય તેવી ગૃહરક્ષક મંડળી,સરકારની નોકરીએ અવરજવર કરતી હોય તેવી વ્યકિત,લગ્નનો વરઘોડો,સરકારશ્રી તરફથી યોજવામાં આવતા કાર્યક્રમોને લાગુ પડશે નહી.

આ હુકમનું પાલન ન કરનાર અથવા તેનું પાલન ન કરવામાં કોઇને મદદ કરનાર ગુન્હો સાબિત થયે અધિનિયમની કલમ-૧૩૫ ની પેટા કલમ-૩ મુજબ રૂા.૨૦૦/- સુધીના દંડની શિક્ષાને પાત્ર ઠરશે. તેમજ
ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ ગુન્હો સાબિત થયે તે વ્યકિતને છ માસની સાદી કેદ અથવા રૂા.૨,૫૦૦/- સુધીના દંડ અથવા બંને શિક્ષા થઇ શકે અને હુકમની અવગણનાથી માનવજીવન અથવા સ્વાસ્થ્ય અથવા સલામતિ માટે કોઇપણ ભય ઉત્પન્ન કરે અથવા કોઇ હુલ્લડ કરે કે બખેડો કરે તેવી વ્યકિતને એક વર્ષની કેદ અથવા રૂા.૫,૦૦૦/- (પાંચ હજાર) સુધીના દંડ સહિતની બંને શિક્ષાને પાત્ર ઠરશે

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!