ભાણવડ મહેર સમાજમા શોકનું મોજું ફરી વળ્યૂ
અમદાવાદમાં થયેલા પ્લેન દુર્ઘટનામાં મૂળ દ્વારકા જિલ્લાના ભાણવડ ના માતા પુત્રના મોત

પ્રાપ્ત વિગતો મુજબ આ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત રિધ્ધિબેન હરીશભાઈ ગોઢાણીયા ઉંમર:-25 વર્ષ અને તેમના પુત્ર ક્રિયાનશ ઉંમર:-03 વર્ષ દુર્ઘટના ગ્રસ્ત પ્લેનમાં સીટ નંબર 31A અને 31B સવાર હતા..જેમના ટીકીટ નંબર 52 અને 53 જે ઓથોરિટી દ્વારા આપેલ લીષ્ટ માં સામેલ હતા હરીશભાઈ અને તેમના પત્ની પુત્ર સાથે લંડન માં રહેતા હતા ત્યારે અંગત કારણોસર માતા પુત્ર ભારત આવેલા હતા ત્યારે પાછા લંડન જવા માટે નીકળ્યા હતા તે પ્લેન ક્રેશ થતા પરિવાર માં શોક

આ બનાવ ના પગલે ભાણવડ મામલતદાર એ.પી.ચાવડા તથા નગરપાલિકા ચીફ ઓફિસર તથા પાલીકા પ્રમુખ સહીતના સભ્યો પરીવાર ના નિવાસ સ્થાને દોળી ગયા હતા અને પરીવારની આ મુશ્કેલ ધળીમા તમામ શક્ય મદદ માટે ખાતરી આપી હતી તેમજ પરીવાર ને શાંન્તવના પાઠવી હતી
આ બનાવના પગલે પરીવાર અને સમસ્ત મહેર સમાજ ભાણવડ શોકનું મોજું ફરી વળ્યૂ