
રાજ્યના વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ તેમજ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જગત મંદિર દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ રાજ્યના નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

મંત્રીશ્રીએ શારદાપીઠ દ્વારકા ખાતે શંકરાચાર્યજી મહારાજના આર્શીવાદ મેળવ્યા હતાં.

દ્વારકા મંદિર ખાતે પ્રાંત અધિકારી શ્રી અમોલ આવતે અને નાયબ કલેકટર શ્રી હિમાંશુ ચૌહાણ દ્વારા મંત્રીશ્રીને દ્વારકાધીશની છબી આપી આવકાર્યા હતા. આ વેળાએ અગ્રણી શ્રી રમેશભાઈ હેરમા, ભરતભાઈ ગોજિયા, વિજયભાઈ બુજડ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

