દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાની શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનાના અમલીકરણ માટે પી.એમ.પોષણ શક્તિ નિર્માણ યોજનાં અંતર્ગત કાર્યરત પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોના “સંચાલક-કમ-કુક”ની ભરતી કરવામાં આવશે.
ઈચ્છુક ઉમેદવારોએ તા.૩૦ મે,૨૦૨૫ સુધીમાં અરજી કરવાની રહેશે
ભાણવડ તાલુકામાં ફતેપુર વાડી શાળા -૨, હાથલા વાડી શાળા, જામપર વાડી શાળા -૧ તેમજ સાજડીયારી વાડી શાળા ખાતે મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોમાં સંચાલક-કમ-કુકની જગ્યા પર ભરતી કરવામાં આવશે.
સંચાલક-કમ-કુક માટે લઘુતમ શૈક્ષણિક લાયકાત એસ.એસ.સી. પાસ (૧૦મું ધોરણ પાસ) તથા અરજી કરવાની છેલ્લી તારીખે ઓછામાં ઓછી ૨૦ વર્ષ પૂર્ણ તથા વધુમાં વધુ ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા ન હોવા જોઈએ.
અરજી કરવા માટે ઈચ્છુક વ્યકિતઓએ ભાણવડ મામલતદાર કચેરીની મધ્યાહન ભોજન શાખામાંથી કચેરી સમય દરમિયાન (જાહેર રજાના દિવસો સિવાય) અરજી ફોર્મ મેળવી લેવાનું રહેશે. અરજી કરવા માટેનો સમયગાળો તા.૨૩/૦૫/૨૦૨૫થી તા.૩૦/૦૫/૨૦૨૫ સુધીનો રહેશે. સમયમર્યાદા બાદ કરવામાં આવેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહિ.
અરજી ફોર્મ સાથે જરૂરી ડોક્યુમેન્ટ
અરજી ફોર્મની સાથે (૧) શૈક્ષણિક લાયકાતના સર્ટીફીકેટની નકલ (૨) આધારકાર્ડની નકલ (૩) ચુંટણીકાર્ડની નકલ (૪) રેશનકાર્ડની નકલ (૫) બેંક પાસબુકની નકલ (૬) તાજેતરના બે પાસપોર્ટ સાઈઝના ફોટા (૭) સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરેલ જાતિના પ્રમાણપત્રની નકલ (૮) શાળા છોડયાના પ્રમાણપત્રની નકલ (૯) જન્મતારીખના પુરાવાની નકલ (૧૦) અન્ય જરૂરી આધારો જોડવાના રહેશે તેમ મામલતદારશ્રી ભાણવડની યાદીમાં જણાવાયું છે.