ભાણવડ ફોરેસ્ટ વિભાગની મોટી કામગીરી
મુખ્યમંત્રી ભુપેન્દ્રપટેલના વિશ્વ સિંહ દિવસની ઉજવણીના કાર્યક્રમ પહેલા બરડા અભિયારણ માં ગેરકાયદેસર વિડિયોગ્રાફી કરતા ઇસમોને ઝડપી પાડતુ ફોરેસ્ટ વિભાગ
પોરબંદર વનવિભાગના નાયબ સંરક્ષક શ્રી પ્રસાદ રવિ રાધાકૃષ્ણ સાહેબ તથા મદદનીશ વનરક્ષક રાજલબેન પાઠક અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભાણવડ ડી.સી સોલંકીના માર્ગદર્શન હેઠળ ભાણવડ નજીક બરડા અભિયારણ માં પેટ્રોલીંગ દરમિયાન બે ઇસમોને ગેરકાયદેસર વિડિયોગ્રાફી કરતા ઝડપી પાડવામાં આવ્યા હતા મંજુરી વગર આભપર ખાતે વિડિયોગ્રાફી કરવો ગુન્હો બનતા ભાણવડ રેન્જ કચેરી ખાતે લઇ વન્ય પ્રાણી સરક્ષણ નિયમ મુજબ ગુન્હો દાખલ કરી એક લાખ જેટલો દંડ વસુલવામાં આવ્યો હતો