પોરબંદર જિલ્લામાં તા.૨૬થી ૨૮ જૂન દરમિયાન યોજાશે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ આયોજન માટે પોરબંદર જિલ્લા કલેકટર શ્રી એસ. ડી. ધાનાણીના અધ્યક્ષ સ્થાને પોરબંદર ખાતે બેઠક યોજાઈ

જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૫ અંતર્ગત જિલ્લાના બાલવાટિકા,ધોરણ- ૧, સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં
વિદ્યાર્થીઓનું નામાંકન કરવામાં આવશે

પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ અંતર્ગત આયોજન અંગે જિલ્લા કલેક્ટર શ્રી એસ.ડી. ધાનાણીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, પોરબંદર ખાતે બેઠક મળી હતી. આગામી તા.૨૬ થી ૨૮ જૂન દરમિયાન પોરબંદર જિલ્લાના વિવિધ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવની કાર્યક્રમ કરવામાં આવશે.

લેકટરશ્રીએ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ અંતર્ગત જિલ્લાના શીર્ષ અધિકારીઓની શાળાઓમાં પ્રવેશોત્સવ માટે નિમણુંક કરવા અને વૃક્ષારોપણ સહિતનાં શાળાઓમાં પ્રવેશોત્સવનું સુચારૂ આયોજન
સુનિશ્ચિત કરવા અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૫ અંતર્ગત પોરબંદર જિલ્લામાં બાલવાટિકામાં આશરે ૩,૮૯૭, ધોરણ – ૧ માં આશરે ૬,૧૪૦ અને ધોરણ – ૯ માં આશરે ૩,૨૬૦ નવા વિદ્યાર્થીઓના નામાંકન કરવામાં આવશે અને નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે પાત્ર તમામ બાળકોને આંગણવાડી, બાલવાટિકા, ધોરણ-૧, ૯ અને ૧૧માં નામાંકન થાય તે માટે ટીમવર્કથી પ્રયાસો હાથ ધરવામાં આવશે. ખાસ કરીને એવી વસાહતો કે વિસ્તારો જ્યાં દીકરીઓનું નામાંકન ઘટતું હોય ત્યાં વધુ દિકરીઓનું નામાંકન થાય તે માટેની પણ સઘન કામગીરી હાથ ધરવામાં આવશે

ઉલ્લેખનીય છે કે,ગાંધીનગરથી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૫ ની બ્રીફિંગમાં ઓનલાઈન માધ્યમથી જિલ્લા કલેકટરશ્રી સહિતના સબંધિત વિભાગના અધિકારીઓ જોડાઈને માર્ગદર્શન મેળવવું હતું.

આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા શ્રી ભગીરથસિંહ જાડેજા,જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.બી ચૌધરી, નાયબ વન સંરક્ષક શ્રી પ્રસાદ રવી રાધાકૃષ્ણા, ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સંદિપભાઈ સોની, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીઓ, બીઆરસીઓ સહિતનાં સબંધીત વિભાગનાં અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં

 

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!