પોરબંદર જિલ્લાના પ્રાદેશિક જળવિસ્તારમાં યાંત્રિક બોટો દ્વારા માછીમારી પર પ્રતિબંધ – ૧ જૂનથી ૧૫ ઓગષ્ટ ૨૦૨૫ સુધી

ભારત સરકારશ્રીના કૃષિ પશુપાલન, ડેરી અને મત્સ્યોદ્યોગ, દિલ્હીનાં હુકમથી પ્રાદેશિક જળ વિસ્તારની બહાર Indian Exclusive Economic Zone (EEZ) માં ફિશીંગ બાન જાહેર કરવામાં આવેલ છે, તેમાં પશ્વિમ દરિયાઈ કાંઠા વિસ્તારમાં ૧-જૂન થી ૩૧-જુલાઈ ૨૦૨૫ (બંને દિવસોનો સમાવેશ કરતા (૬૧ દિવસ) નો સમયગાળો રાખવામાં આવેલ છે. ગુજરાત રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના જાહેનામાંથી ફિશીંગ બાન સમયગાળામાં ફેરફાર જાહેર કરવામાં આવેલ છે.

આથી પોરબંદર જીલ્લાના તમામ માછીમારો, એસોસિએશન તથા આગેવાનોને જણાવવામાં આવ્યું છે કે, પોરબંદર જિલ્લાના દરિયાઈ કાંઠાના પ્રાદેશિક જળ વિસ્તારમાં તારીખ ૧ લી જૂન -૨૦૨૫ થી તારીખ ૧૫ ઓગષ્ટ ૨૦૨૫ સુધી યાંત્રિક બોટો દ્વારા થતી આંતરદેશીય તથા પ્રાદેશિક જળક્ષેત્રમાં માછીમારી પર પ્રતિબંધ મુકવામાં આવે છે. રાજ્યમાં આ પ્રતિબંધમાંથી નોન મોટરાઈઝડ ક્રાફટ (લાકડાની બિન યાંત્રિક એક લકડી હોડી અને શઢવાળી હોડી) તથા પગડિયા માછીમારોને બાકાત રાખવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, જો કોઈ વ્યક્તિ ઉપરોક્ત જોગવાઈઓનું ઉલ્લંઘન કરશે તો તેની સામે ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદો-2003ની કલમ 6(1)(ટ) અને કલમ 21(1)(ચ) મુજબ યોગ્ય દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!