દ્વારકાની ગોમતી નદી આસપાસ શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે જવાનો ખડેપગે; હાઇસ્પીડ રેસ્ક્યુ બોટ સ્ટેન્ડબાય

દેવભૂમિ દ્વારકા જિલ્લા ડિઝાસ્ટર વહીવટી તંત્ર દ્વારા ગોમતી નદીની આસપાસના વિસ્તારમાં કોઈ અનિચ્છનિય ઘટના ના બને તે માટે સલામતીના ભાગરૂપે સિક્યુરિટી જવાનો ખડે પગે રાખવામાં આવ્યા છે. તેમજ ત્યાં દોરડા બાંધવાની પણ કામગીરી કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકામાં આવેલી ગોમતી નદીમાં સ્નાન ન કરવા જવા માટે દ્વારકાધીશના દર્શને આવતા શ્રદ્ધાળુઓને જિલ્લા વહીવટી તંત્ર તરફથી જિલ્લા કલેકટર શ્રી રાજેશ તન્ના દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોઈ અનિચ્છનિય ઘટનાના બને તે માટે ગોમતી નદીની આસપાસના વિસ્તારમાં સિક્યુરિટી જવાનો ખડે પગે રાખવામાં આવ્યા છે. તેમજ ત્યાં દોરડા બાંધવાની પણ કામગીરી કરવામાં આવી છે. આગામી સમયમાં હરિદ્વારની જેમ રેલિંગ બાંધવાની કામગીરીનું પ્લાનિંગ પણ સુચારું રીતે કરવાનું આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવનાર છે.ઉપરાંત શ્રદ્ધાળુઓની સલામતીના ભાગરૂપે હાઇ સ્પીડ રેસ્ક્યુ બોટ તેમજ રીમોટ કન્ટ્રોલ લાઇફ બોય સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. ગોમતી નદીમાં શ્રદ્ધાળુઓ સ્નાન કરવા ન જાય તે માટે જરૂરી પૂરતી વ્યવસ્થાઓ પણ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે.