દેવભૂમિ દ્વારકા ‘વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫’ની ઉજવણી “એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી” થીમ સાથે કરવામાં આવી રહી છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકા ખાતે બીચ ક્લિનપ ડ્રાઇવ યોજાઈ હતી.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમજ દ્વારકા નગરપાલિકા દ્વારા જી પી.સી.બી., જી.ઈ.એમ.આઈ., બી.વી.જી., ટાટા કેમિકલના સહયોગથી આયોજિત આ ખાસ બીચ ક્લિનપ ડ્રાઇવ દ્વારકાના હાથીગેટ પાસે આવેલ સ્મશાન સામેની જગ્યાથી સફાઈકાર્યની શરૂઆત કરવામાં આવી હતી. અહીં દરિયાકિનારે જમા થયેલ પ્લાસ્ટિક કચરા સહિત જહેમતપૂર્વક દૂર કરવામાં આવ્યો હતો.

આ ડ્રાઇવમાં દ્વારકા નગરપાલિકાના સફાઈ કર્મીઓ, અન્ય ખાનગી કંપનીઓના કર્મચારીઓ અને સ્વયંસેવકો મળીને અંદાજિત ૧૦૦ લોકો જોડાયા હતા. નગરપાલિકાના ટ્રેક્ટર અને ગાર્બેજ કલેક્શન વાહનો દ્વારા કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.

દ્વારકા પ્રાંત અધિકારીશ્રી અમોલ અવતે, નગરપાલિકા ચીફ ઓફિસર, મામલતદારશ્રી તેમજ જી.પી. સી.બી., ફોરેસ્ટ વિભાગના અન્ય અધિકારીઓ આ ડ્રાઇવમાં જોડાયા હતા અને અન્યોને પણ પ્લાસ્ટિક ઉપયોગ ટાળવા માટે પ્રેરિત કર્યા હતા.