
ભાણવડ નગરપાલિકા વિસ્તારની હદ્દમાં વાડી વિસ્તારના રાજાભાઈ ખીમાભાઇ ગોઢાણીયા (હાલ રહે, જામનગર)ના પુત્ર શ્રી હરીશભાઈ રાજાભાઈ ગોઢાણીયા, હાલ તેઓ લંડનમાં રહે છે. તેઓ ત્યાં સ્થાયી થયેલ છે. તેમના પત્ની (૧) રીધ્ધીબેન હરીશભાઈ ગોઢાણીયા, ઉમર વર્ષ :- ૨૫ અને પુત્ર (૨) ક્રિયાંશ હરીશભાઇ ગોઢાણીયા, ઉમર| વર્ષ :- ૦૩ અંગત કારણોસર ભારત આવેલ હતા. જેઓ ભારતથી લંડન પાછા ફરતી વખતે દુર્ઘટનાગ્રસ્ત વિમાનના સીટ નં. ૩૧-એ તથા ૩૧-બી પર પ્રવાસ કરી રહ્યા હતા. વિમાનનું અમદાવાદ ખાતે થયેલા દુર્ભાગ્યપૂર્ણ પ્લેનક્રેશ થતા તેઓનું દુઃખદ અવસાન થયું છે. આ ઘટનાથી સમગ્ર જિલ્લા અને તેમના પરિવારજનો શોકની લાગણી પ્રસરી છે.
દેવભૂમિ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રીધ્ધીબેન હરીશભાઈ ગોઢાણીયાના પરિવારની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન ખંભાળિયા પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, ચીફ ઓફિસરશ્રી ભાણવડ અધિકારીઓએ પરિવારને સાંત્વના આપી અને આ દુઃખદ ઘટનામાં તેમની સાથે સહાનુભૂતિ વ્યક્ત કરી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિવારને શક્ય તમામ સહાય અને સમર્થન પૂરું પાડવાની ખાતરી આપવામાં આવી છે.
https://youtu.be/rhqiI9l8Aa0?si=cLaCW6gsYvhHrIZO
દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર આ દુઃખદ ઘટનામાં રીધ્ધીબેન હરીશભાઈ ગોઢાણીયા અને તેમના પુત્ર ક્રિયાંશ હરીશભાઇ ગોઢાણીયાના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરે છે અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી કામના કરે છે.