ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામમાં આરોપીના કબ્જા ભોગાવટાના મકાનેથી જુગારનો અખાડો પકડી પાડતી ભાણવડ પોલીસ

ભાણવડ પોલીસ પેટ્રોલીગમા હોય તે દરમ્યાન પો.હેડ કોન્સ. જીતુભાઇ સામરાભાઇ જામ તથા કિશોરસીહ ચંદુભા જાડેજા નાઓને સંયુક્તમાં ખાનગીરાહે મળેલ બાતમી હકીકતના આધારે મોટા કાલાવડ ગામે પબાભાઇ દેવાણંદભાઇ ચાવડા નાએ તેના કબ્જા ભોગવટાના મોટા કાલાવડ ગામમાં આવેલ ઢબા વિસ્તારમાં આવેલ મકાનમાં બહારથી માણસોને ભેગા કરી પોતાના અંગત ફાયદા સારૂ સતત જુગારનો અખાડો ચલાવી જુગાર રમવાના સાધનો પુરા પાડી ગંજીપતાના પાના- રૂપીયા વડે તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમી રમાડી પોતાના અંગત ફાયદા માટે નાલના નાણાં ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતા હોય જેથી આ જુગારના અખાડાની ચોક્કસ બાતમી હકીકતના આધારે રેઇડ કરી કુલ પાંચ આરોપીઓ પકડાઇ ગયેલ હોય જે રેઇડ દરમ્યાન કુલ રોકડ રૂપિયા ૭૮,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૨૦,૦૦૦/- મળી તથા ગંજીપાના નંગ-પર કિ.રૂ.૦૦/૦૦ તથા પાથરણુ નંગ-૧ કિ.રૂ.૦૦/૦૦ ગણી એમ મળી કુલ કિ.રૂ. ૯૮,૦૦૦/- ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન પકડાયેલ આરોપીઓ તથા નાસી જનાર આરોપી વિરુધ્ધ ધોરણસર કાર્યવાહી કરી જીતુભાઈ શામરાભાઈ જામ પો.હેડ કોન્સ. નાઓએ ફરીયાદ રજી.કરાવેલ છે.
પકડાયેલ આરોપીઓ
(૧) પબાભાઇ દેવાણંદભાઈ ચાવડા રહે. મોટા કાલાવડ ગામ તા.ભાણવડ જિ.દેવભૂમિ દ્વારકા
(૨) અરવિંદભાઇ પોલાભાઈ કનારા રહે.લલોઇ ગામ તા.જામ જોધપુર જિ.જામનગર
(૩) સુમિતભાઇ ડાડુભાઈ ચાવડા રહે. મોટા કાલાવડ ગામ તા.ભાણવડ જિ.દેવભૂમિ દ્વારકા
(૪) લાખાભાઇ લખમણભાઈ ડાંગર રહે.લલોઇ ગામ તા.જામ જોધપુર જિ,જામનગર
(૫) કમલેશભાઇ દેવાણંદભાઇ નંદાણીયા હાલ રહે.સહકાર સ્કુલની પાછળ સરીતા પાર્ક, લાલપુર તા.લાલપુર જિ.જામનગર મુળ રહે. રહે.મોટા કાલાવડ ગામ તા.ભાણવડ જિ.દેવભૂમિ દ્વારકા
ફરારી આરોપી (૬) બાબુભાઇ બચુભાઈ ખવા રહે સણોસરી ગામ તા.લાલપુર જિ.જામનગર