Mon. Apr 13th, 2026

ભાણવડની દીકરી હરિતા ચાવડાનું સૌરાષ્ટ્રમાં પ્રથમ સ્થાન, નિબંધ સ્પર્ધામાં મેળવી મોટી સિદ્ધિ

ગ્રંથાલય ભારતી, સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ નિમિત્તે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી કુલ ૭૫૦ જેટલા નિબંધો મળ્યા હતા, જેમાં બહેનોનો ભાગ ૭૫.૬૦ ટકા અને ભાઈઓનો ભાગ ૨૪.૪૦ ટકા રહ્યો હતો.

આ સ્પર્ધામાં ભાણવડની દીકરી અને હાલ એમ.ડી. મહેતા ડી.એલ.એડ. કોલેજમાં અભ્યાસ કરતી ચાવડા હરિતા ભાવેશભાઈએ મહાવિદ્યાલય વિભાગમાં “સામાજિક સમરસતા દ્વારા રાષ્ટ્ર નિર્માણ” વિષય પર ઉત્તમ નિબંધ લખીને સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

હરિતાની આ સિદ્ધિથી ભાણવડ શહેર તેમજ કોલેજનું નામ ગૌરવપૂર્ણ રીતે રોશન થયું છે. સ્પર્ધાના વિજેતાઓને રાજકોટ ખાતે શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે.

હરિતાની આ સિદ્ધિ બદલ પરિવારજનો, મિત્રો અને શિક્ષકવર્ગ અને ગ્રામ જનો દ્રારા અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!