ભાણવડ પો.સ્ટેના બરડા ડુંગરમાં આવેલ ફોરેસ્ટ ચેક પોસ્ટથી ધામણીનેશ તરફ જતા આશરે ૧૫૦ મીટર દર આવેલ બાવળની ઝાળીમાંથી દેશીદારૂનો મસ્સ મોટો જથ્થો પકડી પાડતી ભાણવડ પોલીસ
ભાણવડ પો.સ્ટે. પો.ઇન્સ.શ્રી કે.બી રાજવી સાહેબ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ ભાણવડ સર્વેલન્સ માણસોની ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ હોય જે અનુસંધાને તા.૦૧/૦૬/૨૦૨૫ ના રોજ બરડા ડુંગરમાં પ્રોહી અંગે કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ હોય અને આ કોમ્બિંગ દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન એ.એસ.આઇ. કેશુરભાઇ લખમણભાઈ ભાટીયા તથા પો.હેડ કોન્સ જીતુભાઈ સામરાભાઈ જામ નાઓને સુયુક્તમાં ચોકકસ બાતમી હકીકત મળેલ કે જીવણભાઇ ગલ્લાભાઇ મોરી રહે ધામણીનેશ તા.ભાણવડ જી.દેવભુમી દ્રારકા વાળો ફોરેસ્ટ ચેક પોસ્ટથી ધામણીનેશ તરફ જતા આશરે ૧૫૦ મીટર દુર આવેલ બાવળની ઝાળીમાં દેશીદારૂનો મોટો જથ્થો રાખી હેરફેર કરે છે. અને હાલમાં તેની આ પ્રવૃતી ચાલુ હોવાની ચોક્કસ હકીકત આધારે ઉપરોક્ત જગ્યાએ રેઇડ કરતા રેઇડ દરમ્યાન નીચે જણાવેલ મુદ્દામાલ મળી આવેલ હોય તેમજ રેઇડ દરમ્યાન આરોપી હાજર મળી આવેલ ન હોય જેથી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ભાણવડ પો.સ્ટે. ગુ.રજી.કરાવેલ છે.
ત્યારે જોવાનું એ રહ્યું કે ભાણવડ પોલીસને ૨૫ કિ.મી દુર બાતમી મળી જાય છે ને ફોરેસ્ટ ચેક પોસ્ટ માત્ર ૧૫૦ મીટર જ દુર છે તો તેની કેમ આ દારૂનો જથ્થો ફોરેસ્ટ વિભાગ ને કેમ દેખાતો નથી કે કોય ગંધ આવતી નથી જેનો સીધોજ મતલબ એવો થાય છે કે ફોરેસ્ટ વિભાગની આ દેશીદારૂ ઉપર ફોરેસ્ટ વિભાગની મીઠી નજર છે કે કેમ ? તે પણ એક સવાલ ઉભો થાય છે
કબ્જે કરેલ મુદામાલ
ફોરેસ્ટ ચેક પોસ્ટથી ધામણીનેશ તરફ જતા આશરે ૧૫૦ મીટર દુર આવેલ બાવળની ઝાળીમાં દેશીદારૂ લીટર ૨૦૦/- કિ.રૂા. ૪૦,૦૦૦/- નો મુદામાલ મળી આવેલ હોય જયારે આરોપી પોલીસ પકડથી દુર
ફરાર આરોપી
જીવણભાઇ ગલ્લાભાઈ મોરી રહે.ધામણીનેશ તા.ભાણવડ જી.દેવભુમી દ્રારકા