
દેવભૂમિ દ્વારકા રાજ્ય ચૂંટણી પંચના તા.૨૮/૦૫/૨૦૨૫ ના અખબારયાદીથી દેવભૂમિ દ્વારકા જિલ્લાની ૧.ખંભાળીયા તાલુકાની ૧૨ ગ્રા.પં.માં સામાન્ય, ૦૧ મધ્યસત્ર ગ્રા.પં. તેમજ ૨૭ ગ્રા.પં.માં પેટા ચૂંટણી, ૨.ભાણવડ તાલુકાની ૨૨ ગ્રા.પં. માં સામાન્ય, ૦૨ વિભાજન ગ્રા.પં. તેમજ ૧૧ ગ્રા.પં.માં પેટા ચૂંટણી, ૩.કલ્યાણપુર તાલુકાની ૨૮ ગ્રા.પં. માં સામાન્ય તેમજ ૧૮ ગ્રા.પં.માં પેટા ચૂંટણી, ૪.દ્વારકા તાલુકાની ૨૦ ગ્રા.પં. માં સામાન્ય તેમજ ૦૫ ગ્રા.પં.માં પેટા ચૂંટણી યોજવા અંગેની જાહેરાત કરવામાં આવી છે.

ચૂંટણી પ્રક્રિયા માટેનું જાહેરનામુ તા.૨ જૂનના રોજ પ્રસિદ્ધ થશે. ઉમેદવારી પત્રકો ભરવાની અંતિમ તારીખ ૯ જૂન ૨૦૨૫ છે જ્યારે ઉમેદવારી પત્રકોની ચકાસણી તા.૧૦ જૂને થશે અને ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ તા.૧૧ જૂન છે. તા.૨૨ જૂન ૨૦૨૫ના રોજ સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન થશે. મતગણતરી તા.૨૫ જૂનના રોજ થશે.
આ સાથે તા.૨૭/૦૬/૨૦૨૫ (ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા સુધી) આદર્શ આચારસંહિતા અમલમાં મૂકવામાં આવી છે,
તેમ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવ્યું છે.