ખંભાળિયા તથા દ્વારકા એસટી ડેપો ખાતે પ્લાસ્ટિક ઉપયોગ ટાળવા મુસાફરોને જાગૃત કરાયા

દેવભૂમિ દ્વારકા વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ની થીમ “Ending Plastic Pollution Globally” અંતર્ગત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

જે અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તથા દ્વારકા એસટી ડેપો ખાતે પર્યાવરણ દિવસ અન્વયેની સફાઈ અભિયાન હાથ ધરી કર્મચારી તેમજ મુસાફરોને પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા તેમજ ડિવિઝન હેઠળના કંટ્રોલ પોઈન્ટ ખાતે કાયમી સ્વચ્છતા જાળવવા અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવા એસ.ટી કર્મચારીઓ દ્વારા શપથ લેવામાં આવ્યા હતા.
જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનો સંદેશો પ્રસરાવવાના હેતુથી આગામી તા.૦૫ જૂન સુધી અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.