Mon. Apr 20th, 2026

રાજકોટ રેન્જ ટીમ એક્શન મોડમાં: લાખો રૂપિયાના દારૂ સાથે એક આરોપી ઝડપાયો

રાજકોટ રેન્જ પોલીસ દ્વારા ગેરકાયદેસર દારૂના વેપાર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ-ચોટીલા માર્ગ પર જાનીવડલા ગામના પાટીયા પાસે પોલીસ ટીમે દરોડો પાડી કુલ 10,740 નંગ દારૂની બોટલ સાથે અંદાજિત રૂ. 1,46,59,300નો મુદ્દામાલ કબજે કર્યો છે.


આ કાર્યવાહી દરમિયાન પોલીસે સાહીદ જુસબભાઈ હિંગોરા નામના આરોપીને ઝડપી પાડ્યો છે. જ્યારે આ મામલામાં સંડોવાયેલા ચના દેવાભાઈ રબારી તેમજ ટ્રક સોંપનાર અને દારૂ ભરાવનાર અન્ય શખ્સોને ફરાર જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
આ સમગ્ર ઓપરેશન પીઆઈ આર.એચ. બારના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયું હતું. જેમાં પીએસઆઈ પી.એન. મોરી, સી.એમ. કાંટેલીયા અને બી.સી. બીયાત્રાની સૂચના મુજબ ટીમના સભ્યો કમલેશભાઈ રબારી, સંદીપસિંહ ઝાલા, કાસમભાઈ બ્લોચ, મીતેષભાઈ પટેલ, સંદીપસિંહ રાઠોડ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ સફળતાપૂર્વક કામગીરી અંજામ આપી હતી.


પોલીસ દ્વારા ફરાર આરોપીઓની ઝડપી ધરપકડ માટે તાબડતોબ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!