Mon. Apr 20th, 2026

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપના વધુ એક કાર્યકર સસ્પેન્ડ..

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના આરોપોને પગલે વધુ એક કાર્યકર સામે પગલા લેવામાં આવ્યા છે. ભાણવડ તાલુકાના સ્થાનિક કાર્યકર જમનાદાસ કણસાગરાને પાર્ટીની તમામ જવાબદારીઓથી મુક્ત કરી તેમને પ્રાથમિક સભ્યપદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

દેવભૂમિ દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુર ગઢવીએ બિનશરતી સસ્પેન્શનનો આદેશ બહાર પાડ્યો છે. પાર્ટી અનુસાર, કણસાગરાએ પક્ષની નીતિ-આદર્શ વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરી હતી, જેના પગલે તેમને સસ્પેન્ડ કરવાની ફરજ પડી. આ કાર્યવાહી પ્રદેશ ભાજપની સૂચના બાદ કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

જિલ્લા ભાજપ દ્વારા હાલમાં સુધી પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના કેસોમાં કુલ પાંચ કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સતત થતાં આવા કેસોને કારણે સ્થાનિક સંગઠન દ્વારા કડક શિસ્તનુ પાલન સુનિશ્ચિત કરવા માટે પગલાં તેજ કરવામાં આવ્યા છે.

જિલ્લામાં વધતી ગતિવિધિઓ અને પક્ષની આંતરિક શિસ્ત મજબૂત કરવા માટે આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

 

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!