Thu. Feb 19th, 2026

દેવભૂમિ દ્વારકામાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ભાણવડ મુકામે યોજાશે

નિવાસી અધિક કલેક્ટરની ઉપસ્થિતિમાં ૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંગે રિહર્સલ યોજાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા કલેક્ટરશ્રી રાજેશ તન્નાની અધ્યક્ષતામાં ભુતવડ રોડ, ન્યાય મંદિર સામે, ભાણવડ ખાતે સવારે ૯:૦૦ કલાકે યોજાનાર છે

આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુચારૂ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે હેતુસર નિવાસી અધિક કલેક્ટરશ્રી ભૂપેશ જોટાણીયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમની પૂર્વતૈયારી રૂપે રિહર્સલ યોજવામાં આવી હતી.

રિહર્સલ દરમિયાન નિવાસી અધિક કલેક્ટરશ્રીએ ધ્વજવંદન, માર્ચ પાસ્ટ, પરેડ નિરીક્ષણ, પ્રાસંગિક ઉદબોધન, વૃક્ષારોપણ સહિતના આયોજનોનું અવલોકન કરી જરૂરી સૂચનાઓ આપી હતી.

આ ઉપરાંત કાર્યક્રમના દિવસે પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તેમજ નાગરિકોની બેઠક વ્યવસ્થા સહિતની વિગતો અંગે માર્ગદર્શન આપી, તમામ વ્યવસ્થાઓ સુચારૂ રીતે ગોઠવવા ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.

આ તકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી હેતલ જોશી, પ્રાંત અધિકારીશ્રી કે.કે. કરમટા, નાયબ પોલીસ અધિક્ષક શ્રી વિસ્મય માનસેતા સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!