કહ્યું- “ગુનેગાર ડરે તેમાં કંઈ ખોટું નથી”

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને અત્યંત કડક વલણ અપનાવ્યું છે. પોલીસ અધિકારીઓ સાથેની બેઠકમાં અને જાહેર મંચ પરથી તેમણે સ્પષ્ટ કર્યું છે કે, રાજ્યમાં શાંતિ જાળવવા માટે ગુનેગારોના મનમાં ખાખીનો ખોફ હોવો અનિવાર્ય છે
” ગુનેગારોના પગ ધ્રુજવા જોઈએ અને તેમની ચાલ બદલાવી જોઈએ”

હર્ષ સંઘવીએ પોલીસને છૂટો દોર આપતા જણાવ્યું હતું કે, “ગુનેગારોના પગ ધ્રુજવા જોઈએ અને તેમની ચાલ બદલાવી જોઈએ. જો કોઈ અસામાજિક તત્વ સમાજની સુરક્ષા જોખમાવે, તો તેની સામે એવી કડકાઈથી કામ કરો કે તેની હિંમત તૂટી જાય.” તેમણે ઉમેર્યું કે ગુનેગારોમાં ડર પેદા કરવો એ પોલીસનો ગુનો નથી, પરંતુ જવાબદારી છે.
” ખુલ્લો દરબાર”
મંત્રીશ્રીએ સૂચન કર્યું કે જો મંત્રીઓ જનતાને સીધા મળી શકતા હોય, તો પોલીસ અધિકારીઓએ પણ નાગરિકોની રજૂઆત સાંભળવા માટે સમય નક્કી કરવો જોઈએ.
“ગુનેગારને સીધી ચીમકી”

ગુનેગારોની જેમ વર્તશો તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો, તેવી સીધી ચેતવણી સાથે તેમણે સ્પષ્ટ કર્યું કે કાયદો અને વ્યવસ્થા સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં
વિશ્વાસનું વાતાવરણ
પોલીસ સ્ટેશનમાં સામાન્ય નાગરિકનો વિશ્વાસ વધવો જોઈએ અને ગુનેગારોમાં કાયદાનો ડર પેદા થાય તેવું વાતાવરણ ઊભું કરવા પર ભાર મૂક્યો હતો.
કાયદાનું શાસન સર્વોપરી
રાજ્યમાં અસામાજિક તત્વો સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવતા હર્ષ સંઘવીએ પોલીસને સૂચના આપી છે કે, સામાન્ય જનતા સુરક્ષિત અનુભવે તે માટે ગમે તેટલા કડક પગલાં ભરવા પડે તો પીછેહઠ કરવી નહીં.

