રાજસ્થાનથી બગોદરા હાઈવે મારફતે જામનગર તરફ લાવવામાં આવતો કરોડો રૂપિયાનો દારૂ કોંકીટ કન્ટેનરમાં છૂપાવેલી હાલતમાં ઝડપી લેવાયો, એક શખ્સની ધરપકડ.

થર્ટી-ફર્સ્ટના ઉજવણીના દિવસો નજીક આવતા ગુજરાતમાં ગેરકાયદે દારૂની હેરાફેરી વધતી જાય છે. એવા સમયમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. રાજસ્થાનથી જામનગર તરફ લાવવામાં આવી રહેલો અંદાજે 2 કરોડનો દારૂનો જથ્થો બગોદરા હાઈવે પર કોંકીટ કન્ટેનરમાં છૂપાવી લાવવામાં આવી રહ્યો હતો, જે પોલીસે સમયસર તપાસ કરીને ઝડપી લીધો.
પ્રાથમિક માહિતી મુજબ, રાજસ્થાનથી ટીયુ – 198 નંબરનું કન્ટેનર જામનગર માટે રવાના થયું હતું જેમાં દારૂનો વિશાળ જથ્થો કુશળતાથી છૂપાવી રાખવામાં આવ્યો હતો. બગોદરા હાઈવે પર ચેકિંગ દરમિયાન પોલીસે કન્ટેનર રોકીને તપાસ કરતાં કોંકીટ બ્લોક વચ્ચે છુપાવેલો દારૂનો જથ્થો મળી આવ્યો.
આ કાર્યવાહી દરમિયાન એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે, જે હેરાફેરીના મુખ્ય કડી તરીકે માનવામાં આવી રહ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ જથ્થો થર્ટી-ફર્સ્ટ પાર્ટીઓમાં પુરવઠા માટે મોકલવામાં આવી રહ્યો હતો.
આ મામલે પોલીસે આ વિશાળ જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં પહોંચવાનો હતો તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

