ભાણવડની તાલુકા શાળા જિલ્લા શ્રેષ્ઠ શાળા: જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ સક્ષમ એવોર્ડ એનાયત
ભાણવડની શ્રી તાલુકા શાળા-૩ પ્રાથમિક શાળા અંગ્રેજી માધ્યમ શાળાને જિલ્લાની શ્રેષ્ઠ શાળા અને સક્ષમ શાળાનો એવોર્ડ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એનાયત કરાયો છે. વર્ષ 2019 માં શરૂ થયેલ આ શાળામાં અત્યારે 190 વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શાળાને 3. 42000 નો રોકડ પુરુસ્કાર આપવામાં આવ્યો હતો
જે અંગ્રેજી માધ્યમની શાળા 2019 માં 0 વિધાર્થીથી શરૂ કરી હતી એ શાળામાં આજે 190 વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, એ શાળાને ચલાવવા માટે લોક સહયોગ અને સરકાર શ્રી ની પ્રવાસી શિક્ષક યોજના અને ગ્યાન સહાયક યોજના દ્વારા ઉત્તમ રિતે છેલ્લા 6 વર્ષોથી પ્રયાસ કરવામાં આવ્યો, શાળા માટે સરકાર શ્રી દ્વારા નવું બિલ્ડિંગ અને આ વર્ષે સરકાર શ્રી દ્વારા બે રેગ્યુલર શિક્ષકોની ભરતી પણ થઈ.
આ શાળાને આજે સક્ષમ શાળા નો સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાનો શ્રેષ્ઠ સક્ષમ શાળા શહેરી વિસ્તાર માં પ્રથમ તેમજ તાલુકા કક્ષાનો પણ શ્રેષ્ઠ સક્ષમ શાળા નો પ્રથમ ક્રમ નો પુરસ્કાર પ્રાપ્ત થયો. આ કૂલ પુરસ્કાર જિલ્લાનો 31000 અને તાલુકાનો 11000 મળી કુલ 42000 ના પુરસ્કારો અને મોમેન્ટો, શાલ ઓઢાડી સન્માન, પ્રમાણપત્ર જિલ્લા ના જિલ્લા વિકાસ અધિકારી શ્રી , જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી, તમામ તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીઓ, બીઆરસી કો.ઓ.અને સંઘના હોદ્દેદાર મિત્રો ની હાજરીમાં શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી ના વરદ હસ્તે આ સન્માન પ્રાપ્ત થયુ.
શાળા ના શિક્ષકો સંદીપભાઈ ભાદરકા, અંગ્રેજી મીડીયમ ના આચાર્ય રમીબેન ચાવડા, શાળાના સંગીત શિક્ષક ધ્યાનિબેન દુધાત, ખેલ સહાયક શ્રી મટુબેન ખોડભાયા અને કૂલ 16 અંગ્રેજી અને ગુજરાતી મીડીયમ ની બાળાઓ દ્વારા આ એવોર્ડ સ્વીકારવામાં આવ્યો. ખુબ ઉમળકાભેર શાળા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. આ સન્માન સમારંભ માં અમારી કન્યા શાળાની બાળાઓ અને અંગ્રેજી મીડીયમ ની બાળાઓ દ્વારા ઍક સુંદર પર્ફોમન્સ રજૂ કરવામાં આવ્યું. ભાણવડ તાલુકા શાળા 3 અંગ્રેજી માધ્યમ જિલ્લાની એક માત્ર અંગ્રેજી મીડિયમની શાળા છે જેને આ સુંદર બહુમાન પ્રાપ્ત થયેલ છે.