ખંભાળિયા તથા ભાણવડ તાલુકામાં હંગામી ધોરણે એમ્યુઝમેન્ટ રાઇડ્ઝ પરવાનગી મેળવવા ઇચ્છુકોએ નિયત નમૂનામાં અરજીઓ કરવાની રહેશે
ખંભાળિયા તથા ભાણવડ તાલુકામાં હંગામી ધોરણે એમ્યુઝમેન્ટ રાઇડ્ઝ ચલાવવા ઈચ્છતા લોકોને જણાવવાનું કે, હંગામી ધોરણે એમ્યુઝમેન્ટ રાઇડ્ઝ (જેમાં લોકમેળો કે આનંદ મેળામાં ચલાવવામાં આવતી યાંત્રીક રાઇડ્ઝ, ઇલેક્ટ્રીક રાઇડ્ઝ) વગેરેને લાયસન્સ મેળવવા માટે કરવાની થતી અરજી નિયત નમૂનામાં તમામ આધાર પુરાવા સાથે નાયબ કલેકટર અને સબ ડીવીઝનલની મેજિસ્ટ્રેટની કચેરી ખંભાળિયા ખાતે મેળાના ૧૦ દિવસ અગાઉ કરી આપવી. આધાર પુરાવા વગરની અરજીઓ કે સમયમર્યાદા બહાર મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં અને કોઈપણ સંજોગોમાં માન્ય રાખવામાં આવશે નહીં તેમ સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ ખંભાળિયાની યાદીમાં જણાવાયું છે