ભાણવડમાં સેવાભાવના નર્મમ સરોવર ફેલાયું; હર્ષદભાઈ બેરાની ચોમાસી દયાળુતા અબોલ જીવો માટે આશીર્વાદ બની

ભાણવડ તાલુકામાં  સેવા અને માનવતા વિશે અનોખું ઉદાહરણ જોવા મળ્યું છે. સ્થાનિક રહેવાશી અને સમાજસેવામાં હંમેશા આગળ રહેનારા હર્ષદભાઈ બેરાએ ચોમાસાની ઋતુ દરમિયાન અનોખી પહેલ કરી છે. તેઓએ અબોલ જીવો માટે લાડુ તૈયાર કરીને તેમને ખવડાવવાની અનોખી સેવા શરૂ કરી છે, જેના પરિણામે સમગ્ર વિસ્તાર માનવતા દાખવી હતી

ચોમાસાની ઋતુમાં અવારનવાર ધોધમાર વરસાદ પડતો હોવાથી અબોલ જીવજંતુઓ, ખાસ કરીને ઢોર અને પક્ષીઓ, માટે ખોરાક મેળવવો મુશ્કેલ બની જાય છે. આવા સમયમાં હર્ષદભાઈના આ પ્રયાસે એક નવી આશાની કિરણ જોવા મળી છે.  સેવાકાર્યમાં જોડાયેલા મિત્રો સાથે મળીને લાડુ બનાવી વિવિધ વિસ્તારોમાં જઈને ગાય,માતા ને લાડુ ખવડાવામાં આવ્યા હતા

આ  સેવા પ્રવૃત્તિનો મુખ્ય હેતુ અબોલ જીવજંતુઓ પ્રત્યે કરુણા અને લાગણીનો સંદેશ ફેલાવવાનો છે. હર્ષદભાઈ કહે છે કે, “આ જીવ પણ ભગવાનના સંતાન છે. જ્યારે તેઓ બોલી નથી શકતા, ત્યારે આપણું ફરજ બને કે એમની જરૂરિયાતને સમજીએ અને મદદરૂપ થીએ.

તેમના આ કાર્યમાં ગામના અનેક યુવાનો અને સેવાભાવી લોકો જોડાઈ ગયા છે. સામૂહિક રૂપે લાડુ બનાવવાની કામગીરી અને તેમને વિવિધ જગ્યાએ પહોંચાડવાની વ્યવસ્થા સારી રીતે સંચાલિત થાય છે

હર્ષદભાઈ બેરાના આ કાર્યની ચર્ચા હવે ભાણવડની બહાર પણ પહોચી ગઈ છે. સમાજમાં આવા પગલાઓથી સેવાનો સાચો અર્થ છલકાઈ રહ્યો છે. તેમની સેવા જુસ્સા અને જિદ્દી મહેનતના પગલે સાર્થક બની છે

સાચી સેવા એ છે જે અવાજ વગરની જરૂરિયાતોને પણ સાંભળી શકે – અને ભાણવડની માટી આજે એ સેવાની સુગંધથી મહેકી ઉઠી છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!