મિયાણી મરીન પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૮૦૦૨૨૩૦૧૫૦/૨૦૨૩ ગુજરાત પ્રોહી એકટ કલમ- ૬પ(એ)(ઈ), ૧૧૬(બી). ૮૧,૮૩,૯૮(૨) મુજબનો ગુન્હો ગઈ તા.૦૯/૦૯/૨૦૨૩ ના કલાક-૧૯/૩૦ વાગ્યે પોરબંદર દ્વારકા હાઇવે વિસાવાડા ગામના બસ સ્ટેન્ડ આગળ જાહેર રોડ ખાતે બનવા પામેલ છે. અને તા.૦૯/૦૯/૨૦૨૩ ના કલાક ૨૦/૩૦ વાગ્યે મિયાણી મરીન પોલીસ સ્ટેશનમાં જાહેર થયેલ.
સદરહુ ગુનાના આરોપીઓને સત્વરે શોધી કાઢવા જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબ તથા પોરબંદર પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબ દ્વારા સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ તથા વખતો વખત સુચનાઓ આપવામાં આવેલ જે અન્વયે સદરહુ ગુનામાં કબ્જે કરવામાં આવેલ દારૂ ભરેલ ટેંકર મગાવનાર બધા ભોરાભાઇ શામળા રહે. રાણપર ગામ વાળો હોવાનું તપાસ દરમ્યાન ખુલવા પામેલ જેથી સદરહુ આરોપીને શોધી કાઢવા પોરબંદર એલ.સી.બી સ્ટાફ પ્રયત્નશીલ હતા દરમ્યાન ખાનગીરાહે હકિકત મળેલ કે, સદર ગુનાનો આરોપી બધા ભોરાભાઇ શામળા હાલ બોખીરા ત્રણમાઇલ થી નિકળવાનો હોય જે હકિકત આધારે એલ.સી.બી. સ્ટાફ વોચમાં હતાં દરમ્યાન આરોપી બધા ભોરાભાઇ શામળા ઉ.વ.૩૨ રહે. રાણપર ગામ હોળી ચકલા પાસે તા.ભાણવડ જી.દેવભુમી દ્વારકાવાળાને બોખીરા ત્રણ માઇલ ખાતે થી પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી:-
બધા ભોરાભાઈ શામળા ઉ.વ.૩૨ રહે. રાણપર ગામ હોળી ચકલા પાસે તા.ભાણવડ જી.દેવભુમી દ્વારકા.