દ્વારકા શહેરમાં હોટેલ વ્યવસાય મોટા પાયે વિકસ્યો છે ત્યારે મોટા ભાગની હોટેલો સરકારી નિયમોને નેવે મૂકી નગરપાલિકાની મીઠી નજર હેઠળ ખડકલા કરી દેવામાં આવી છે ત્યારે થોડા દિવસ અગાઉ જાગૃત નાગરિક દ્વારા દ્વારકા SDM ને લેખિત ફરિયાદ કરી.
દેવભૂમિ દ્વારકા ખાતે ગેર કાયદેસર હોટેલને ડિમોલીશન કરવા થયો હુકમ
દ્વારકા પાસેના વરવાળા ગામે દરિયા કિનારે આવેલ “ધ બીચ હોટેલ – ધ સ્કાય કમ્ફર્ટ ગ્રુપ દ્વારા બનેલી હોટેલ સરકારી નિયમ વિરુદ્ધ બનેલ છે ત્યારે દ્વારકા SDM દ્વારા તપાસ કરી જવાબદારોના નિવેદન નોંધી 15 દિવસમાં હોટેલ ધ બીચને ડિમોલીશ કરવા હુકમ કરવામાં આવ્યો છે.
ત્યારે સવાલ એ ઉભો થાય છે કે દ્વારકા શહેરમાં હાલ 250-300 હોટેલો છે જેમાંની મોટા ભાગની ગેર કાયદેસર છે તો આવી હોટેલો પર કોઈ પગલાં લેવામાં આવશે કે પછી મોટા માથાઓને છાવરી લેવામાં આવશે?